ગુજરાતના આ પેલેસમાં થાય છે બોલિવૂડ ફિલ્મોના શુટિંગ, આવો છે નજારો


પાલનપુરની લીલાછમ વૃક્ષો અને ડુંગરીયાળ વિસ્તાર વચ્ચે લોહાની નવાબી કુટુંબે બનાવેલો છે બાલારામ પેલેસ. અંબાજીથી 50 કિલોમીટર દૂર અને માત્ર 1 કલાકના અંતરે આવેલો આ પેલેસ આજે એક હેરિટેજ હોટેલમાં ફેરવાઇ ગયો છે. પણ, અહી આવતી સહેલાણીઓને મહેલની સાથે સાથે પહેલાના જમાનાની રહેણી કરણી તેમજ નવાબી ઠાઠના પ્રત્યક્ષ દર્શન આ મહેલમાં થાય છે. આ ઉપરાંત પાલનપુરના આજુ બાજુના સ્થળની રચના અને સ્થાપત્યનો અનોખો તાલમેળ અહી હોટેલ બાલારામ પેલેસ રીસોર્ટમાં સમાવવામાં આવ્યો છે.

વિતેલા નવાબીયુગની નવાબી રોશની અને વર્તમાન સમયની સુવિધા બન્નેનું કોકટેઈલ આપને અહીં હોટેલ બાલારામ પેલેસ રીસોર્ટ ખાતે એક સાથે મળી રહેશે. અને હાં, સાથે જ હેરિટેજ હોટલનો અલાયદો ઠાઠ બોનસમાં. અરવલ્લીની પર્વતમાળામાં બાંધવામાં આવેલી આ હોટેલ બાલરામ પેલેસ રીસોર્ટ એ તે સમયના નવાબ સર તલેજ મહમ્મદ ખાને લોહોની નવાબી કુટુંબનું રહેઠાણ હતું. પાલનપુરથી 12 કિલોમીટર દૂર બાલારામ પેલેસ રિસોર્ટ આવેલ છે. જે હવે એક હેરિટેજ ક્લાસિક હોટેલ છે.
આ પેલેસને પાલનપુરના 29માં શાસક દ્વારા 1922-1936ની વચ્ચેની સાલમાં બનાવવામાં આવેલ છે. તે નિયો-શાસ્ત્રીય અને ધૂની આર્કિટેક્ચરલ શૈલીની આકર્ષક છબી છે. આ રિસોર્ટ 13 એકર જમીનમાં  પથરાયેલ છે. જેમાં 21 એસી રૂમ છે, બધા રૂમમાં Wi-Fi ઇન્ટરનેટ કનેક્શન, વીઆઇપી મહેમાનો માટે હેલીપેડ સુવિધા, વર્ચ્યુઅલ ટૂર ફોટો ગેલેરી વગેરે સુવિધાઓ છે.


આ રિસોર્ટમાં અમિતાભ બચ્ચનની ‘સૂર્યવંશમ’ તેમજ રેખા, પ્રિતી ઝીન્ટા અને અર્જુન રામપાલની ‘દિલ હૈ તુમ્હારા’ ફિલ્મનું શુટીંગ થયેલ છે. આ બાલારામ પેલેસ રિસોર્ટની બાજુમાં મહાદેવનું મંદિર આવેલ છે જે બાલારામ મહાદેવ તરીકે ઓળખાય છે. આ બાલારામ રીસોર્ટનો રાત્રિ તેમજ દિવસનો અદ્દભુત નજારો આપ જોઇ રહ્યા છો.



Comments

Popular posts from this blog

ભણેલા ગણેલા હોવા છતાંય આવી અંધશ્રદ્ધામાં માને છે સંજુબાબા-બિગ બી સહિતના સેલેબ્સ

તમારું આધારકાર્ડ PDF માં ડાઉનલોડ કરી તમારા ફોન માં સેવ કરો કેથી વારંવાર ઝેરોક્સ ની જરૂર નહિ પડે